નવસારી: નવસારી-ગણદેવી-બીલીમોરા રોડ અંબિકા નદી પર આવેલા સોનવાડી બ્રિજ પરના ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. લાંબા સમયથી બ્રિજ પર વારંવાર ખાડા પડી રહ્યા હતા, જેના કારણે અકસ્માતનો ભય રહેતો હતો.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.Decision News ને મળેલી માહિતી મુજબ ડામરના પેચવર્ક દ્વારા ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોએ રાહત અનુભવી છે. માર્ગ અને મકાન વિભાગે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી છે.

            
		








