ભરૂચ: આમોદ–કરજણ રોડ પર જીઇબી કચેરી સામે આજે બપોરે બાઈક અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવારને ગંભીર ઈજા થતાં તાત્કાલિક આમોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આમોદ–ભીમ્પુડા રોડના ટર્નિંગ પાસેથી થોડા અંતરે આ અકસ્માત થયો હતો. ટર્નિંગ પર બાઈક તથા કાર ચાલક વચ્ચે “હું પહેલા નીકળી જાઉં” તેવા ગેરસમજના કારણે ટક્કર સર્જાઈ હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અકસ્માત ટાળવા માટે કાર ચાલકે ગાડી ગટર તરફ દોરી જતા ફોરવીલ રસ્તા બાજુ ઉતરી પડી હતી. જેના કારણે સ્થળ પર દુર્ઘટનાગ્રસ્ત દૃશ્ય ઉભું થયું હતું.
અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. આમોદ પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી તથા વધુ તપાસ હાથ ધરી છે.

