વલસાડ: વલસાડના વેજલપોર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોનો અકસ્માત સર્જાયો છે. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું.ટક્કરની તીવ્રતા એટલી હતી કે ટેમ્પો સીધો ડિવાઇડરમાં અથડાઈ ગયો.

આ અકસ્માતમાં ડિવાઈડરને નુકસાન થયું છે. જોકે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. અકસ્માતના સમયે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. કોઈને ઈજા ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.