ધરમપુર: આજરોજ સુપ્રીનટેન્ડન્ટ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર અને ધરમપુર પ્રાંત આધિકારીશ્રીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજવતાં RTPCR LAB ના સ્ટાફ અને એમ્બ્યુલન્સ પર ફરજ બજવતા ડ્રાઈવરોને ફરી ફરજ પર લેવા બાબતએ રજુઆત કરવામાં આવી હતી.
ધરમપુર તાલુકામાં આવેલી ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન તારીખ 14 જાન્યુઆરી 2022 ના રોજ આર.ટી.પી.સી.આર. વિભાગમાં 10 જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. આ સ્ટાફે કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમ્યાન પોતાના જીવનના જોખમે ફરજ બજાવી લોકોના આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમ છતાં તા 19 ઓગસ્ટ 2025 ના રોજ અચાનક મૌખિક રીતે એમને સેવા પરથી છૂટા કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પર ડ્રાંઇવર તરીકે ફરજ બજવતાં ડ્રાંઇવરો કે જેઓ 17 વર્ષ થી ડ્રાંઇવર તરીકે ફરજ બજવતા હતા. એમણે પણ મોખિક રીતે છુટા કરી દેવામાં આવ્યા છે.જેના કારણે તમામ સ્ટાફ તથા તેમના કુટુંબીજનો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સ્ટાફની અતિશય જરૂરિયાત છે, જેથી કોરોના કાળમાં પોતાની સેવા આપનાર સ્ટાફને મેહકમ ફાળવી આપવી અથવા તો તેમને આરોગ્ય વિભાગમાં વૈકલ્પિક રીતે સમાવી લેવા યોગ્ય પગલા લેવા મારી રજુઆત છે.
કલ્પેશ પટેલ જણાવ્યું કે મને મળેલ મૌખિક માહિતી મુજબ આ RTPCR સ્ટાફ ને તાં. 19/08/2025 થી આજદિન સુપર પરત લેવામાં આવ્યા નથી અને એ સ્ટાફ હાલે 01/09/2025 થી સવાર થી બપોર સુધી જ પોતાની ફરજ પર હાજર હોઈ છે. આ સ્ટાફને ફરી ફરજ પર લેવામાં આવ્યો છે કે કેમ અને ન લેવામાં આવ્યો તો જે માનનીય સાંસદ શ્રી ધવલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કે આ RTPCR સ્ટાફને પરત લઇ લેવામાં આવ્યા છે એમાં કેટલી સત્યતા જે બાબતની વિગત આપવા માટેની રજુઆત કરવામાં આવી અને જો આ તમામને ફરજ પર ન લેવામાં આવે તો આગામી દિવસોમાં હોસ્પિટલની સામે ધરણા પર બેસવાણી ચીમકી આપી હતી.











