નવસારી: દસમા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરુપે તથા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી,જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, નવસારી-વૈધ.કાજલબેન મઢીકરના માર્ગદર્શન હેઠળ સરપંચશ્રી અરવિંભાઇ હળપતિ,ગ્રામ પંચાયત,રાનકુવા અને યુથ ક્લબ ઓફ રાનકુવાના સહયોગથી રાનકુવા ગામ ખાતે આયુર્વેદ શાખા નવસારી દ્વારા મેગા સર્વરોગ આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ આયુષ મેગા કેમ્પમાં આમંત્રણને માન આપી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પ્રાથમિક શાળા રાનકુવાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું.

જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી, આયુષ મેગા કેમ્પ અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું. ચીખલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ દ્વારા આયુષ મેગા કેમ્પનો બહોળા પ્રમાણમાં લોકો લાભ લે અને જાહેર જનતા આયુર્વેદ તરફ વળે તે માટે અપીલ કરાઈ. નવસારી જિલ્લામાં આયુર્વેદ શાખા અને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ.કાજલબેન મઢીકરની કામગીરી બીરદાવામાં આવી તેમજ સાંપ્રત સમયમાં આયુર્વેદનું મહત્વ અને આયુર્વેદ જીવનશૈલી અપનાવવાથી લાંબા સમય સુધી નિરોગી જીવન વિતાવી શકાય અને દરેક રોગોમાં આયુર્વેદ ઔષધીઓ દ્વારા ખૂબ જ સારા પરિણામ મળે છે તેવું જણાવ્યું.વૈદ્ય મયુર કુમાર વાઘ મેડિકલ ઓફિસર બોડવાંક દ્વારા આભારવિધિ કરી મેગા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.10 માં આયુર્વેદ દીવસની ઉજવણી અંતર્ગત Ayurveda for planet and people ની થીમને સાર્થક કરવા તથા પોષણ માસની ઉજવણીના ભાગરૃપે લોકજાગૃતિ માટે પ્રાથમિક શાળાના બાળકો સહિત ઉપસ્થિત સૌ આયુષ વિભાગના સ્ટાફ અને મહેમાનો દ્વારા સ્વસ્થ જીવનશૈલી માટેનાં સૂત્રો સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

આ આયુષ મેગા કેમ્પમાં ચીખલી તાલુકા પંચાયત દંડકશ્રી પંકજભાઈ પટેલ, ચીખલી તાલુકા પંચાયત સભ્ય શ્રી સ્નેહલભાઈ પટેલ, રાનકુવાના સરપંચ શ્રી અરવિંદભાઈ હળપતિ, રાનકુવાના ડેપ્યુટી સરપંચ શ્રી વસુદેવભાઈ પટેલ, બોડવાંક ગામના સરપંચ શ્રીમતી રશ્મિબેન પટેલ, રાનવેરી કલ્લા ગામના સરપંચ શ્રી નીરવભાઈ, કુકેરી ગામના સરપંચ શ્રી મેહુલભાઈ પટેલ, રેઠવાણીયા ગામના સરપંચ શ્રી ગીરીશભાઈ પટેલ, રાનકુવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયવદનભાઈ પટેલ, ચીખલી તાલુકા મંત્રી હાર્દિકભાઈ પટેલ, વસુધરા ડેરીના ડાયરેક્ટર શ્રી કિરણભાઈ પટેલ, યુથ ક્લબ ઓફ રાનકુવાનાં શ્રી રાકેશભાઈ ગાંધી અને સુરેશભાઈ પટેલ, ચીખલી તાલુકાના ICDS વિભાગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી.આયુષ મેગામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ, ઔષધીય વનસ્પતિ નું પ્રદશન કરવામાં આવ્યું.આયુષ મેગા કેમ્પમા આયુષ્માન આરોગ્ય મંદિરના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા યોગાસનોનુ પ્રદર્શન કરવામા આવ્યુ. આ આયુષ મેગા કેમ્પમાં 456 લોકોએ લાભ લીધો.