ધરમપુર: ધરમપુર શહેર,તાલુકા ભાજપ, ધરમપુર નગરપાલિકા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધરમપુર, એમ. એસ.વી.એસ. કેળવણી મંડળ ધરમપુર, ધરમપુર તા. પ્રાથમિક શિક્ષક સંઘ, સદાચાર એસ.વી.એસ. ધરમપુર તથા અન્ય પરિવારના સંયુક્ત ઉપક્રમે નમો કે નામ રક્તદાન, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીએમ નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી અવસરે આયોજીત બ્લડ ડોનેશન કૅમ્પમાં યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ શ્રી સાઇનાથ હોસ્પિટલના ડૉ. હેમંત પટેલ, સામાજીક કાર્યકર્તા કીર્તિ આહિર, સહકારી ક્ષેત્રના આગેવાન જીવાભાઇ આહિર, પ્રાથમિક શિક્ષક સંઘ ધરમપુર, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર સહિતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ કપરાડાની મુસ્લિમ શિક્ષિકા તિજોરીવાલા મરિયમ અખ્તર સહિતના 305 રક્તદાતાઓને હેલ્મેટ, કેસરોલ વિથ ટિફિન બોક્ષ, વોટર બોટલ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.આ ઉપરાંત રક્તદાતાઓને લકી-ડ્રોમાં ટીવી, ઇલેક્ટ્રિક કુકટોપ, સ્માર્ટ વોચ, પાવર બેંક તથા નેકબેન્ડ અપાયા હતા.

51 વખત રક્તદાન કરનારા અને શિક્ષક શંકરભાઇ પટેલ તથા ધરમપુર તા.પ્રા. શિક્ષક સંઘ પ્રમુખ કેતન ગરાસિયાએ આ આયોજનમાં મહત્વની સેવા આપી હતી.વલસાડ જી.ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા, ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઇ પટેલ, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા, ધરમપુર પાલિકા પ્રમુખ મયંકકુમાર મોદી, વલસાડ જી. ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઇ ચૌધરી, ધરમપુર તા. ભાજપ પ્રમુખ કેતન વાઢુ, મહામંત્રી વિમલ પટેલ, ટીપીઓ ધરમપુર કૌશરબેન કસલી, MSVS કેળવણી મંડળના સહમંત્રી મેહુલકુમાર આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ અવસરે કેક કાપી પીએમ નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની કરાઇ હતી.