નવસારી: ખેરગામમાં છેલ્લા કેટલાક સમયથી મોટા અને ભારે વાહનોની અવરજવર વધતા ચારરસ્તા અને દશેરા ટેકરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ધરમપુર-વાંસદા રોડ પર કરંજવેરી માન નદીનું કામ શરૂ થયા બાદ આ રસ્તે જનારા મોટાભાગના વાહનો ખેરગામ થઈને અવર જવર કરતા હોય છેલ્લા ત્રણેક મહિનાથી સ્થાનિક લોકો ભારે ત્રાસ અનુભવી રહ્યા છે.

જૂનના બીજા પખવાડિયામાં વરસાદે પ્રારંભ કર્યા બાદ ધરમપુર- વાંસદા, કરંજવેરી પાસે માન નદીના પુલમાં નાનકડું ગાબડું પડતા આ પુલની મરામત કામગીરી શરૂ થતા ત્રણેક માસ વિતી ગયા પરંતુ હજુ સુધી પુલ ચાલુ થયો નથી.જેની ગંભીર અસર ચીખલી-ખેરગામ- ધરમપુર તાલુકામાં વર્તાઈ રહી છે. ખેરગામ બજારમાં બાયપાસથી સીધા ચીખલી ધરમપુર વચ્ચેના વાહનોની અવરજવર નહીં કરાવાથી સાંકડી બજારમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે.

હવે ખેરગામનો ગૌરવપથ જેવો ગાંધી આંબેડકર ચોકડીવાળો માર્ગ સતત અવર જવર ભારે વાહનોથી ટ્રાફિકજામ અનુભવે છે.ખેરગામના દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ અને ચાર રસ્તા આંબેડકર સર્કલ પાસે મોટા અને ભારે વાહનો પસાર થતા અનેકવાર ટ્રાફિક જામ થઈ જતા લોકોએ ઘણી હાલાકી વેઠવી પડે છે. કરંજવેરીનો પુલની ઝડપી મરામત પૂર્ણ કરી પુલ પર વાહનોની અવરજવર શરૂ કરી લોકોને પડતી હાલાકી દૂર થાય તે માટે ઝડપી પ્રયાસો કરવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here