વલસાડ: વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઇવે પર એક રાહદારીએ લાશ જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.
Decision News ને મળેલ માહિતી મુજબ ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
હાઇવેના ટ્રેક પર લાશ મળવાને કારણે અનેક પ્રકારની શંકાઓ ઉભી થઈ રહી છે.પોલીસે મૃતદેહની ઓળખ માટેની કાર્યવાહી શરૂ કરી છે. સાથે સાથે મૃત્યુના કારણો અને સંજોગો અંગે પણ તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

