વલસાડ: વલસાડ જિલ્લાના વાપીમાં લવ ટ્રાયએંગલમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Decision News ને મળેલ માહિતી મુજબ વાપી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દિલીપ છગન નકુમની લાશનો કબ્જો મેળવ્યો હતો.
ઘટનાની જાણ થતાં LCB, SOG અને જિલ્લા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા લોકો અને CCTV કેમેરાના ફૂટેજ ચેક કરી વાપી ટાઉન પોલીસની ટીમે ઘટના ક્રમ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

