અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીની આદર્શ નિવાસી શાળામાં વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મહિલા PSI વૈશાલી આહીરે વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષાના કાયદાઓ વિશે માહિતગાર કર્યા.મહિલા PSI આહીરે વિદ્યાર્થીઓને મહિલાઓની સુરક્ષા માટેના વિવિધ કાયદાઓની વિસ્તૃત સમજ આપી.
Decision News ને મળેલ માહિતી મુજબ સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો પણ જણાવ્યા. વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.કાર્યક્રમમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. મહિલાઓની સુરક્ષા માટેની હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી. સાથે જ માનસિક સ્વાસ્થ્ય સહાયતા અને પુનર્વસન સેવાઓની જાણકારી પણ આપવામાં આવી.
ગુજરાત પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત છે. આ સેમિનાર ભારત સરકારની મહિલા સશક્તિકરણની પહેલનો એક ભાગ છે. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

