વાપી: વાપી તાલુકાના બલિથા ગામમાં સુરતથી મુંબઈ તરફ જતા એક ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી છે. ગઈકાલે સાંજે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન સીધું બ્રહ્મદેવ બાપા મંદિરમાં ઘૂસી ગયું હતું.અકસ્માતમાં મંદિરનો શેડ તૂટી પડયો છે અને દિવાલને મોટું નુકસાન થયું છે.

Decision News ને મળેલ માહિતી મુજબ ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ટેમ્પો ચાલક દારૂના નશામાં હોવાની શંકા છે.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.

સદભાગ્યે ઘટના સમયે મંદિરના ઓટલા પર ભક્તોની ભીડ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.સ્થાનિક લોકોએ નુકસાન પામેલા મંદિરને મૂળ સ્વરૂપમાં પુનઃનિર્માણ કરવાની માંગણી કરી છે. પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here