અનાવલ: ખેડૂતોનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને બમણી આવક મેળવવા માટે શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી,બામણીયા દ્વારા આયોજીત શેરડી પાક પરિસંવાદનું આયોજન મોક્ષમાર્ગી મંદિર, અનાવલ ખાતે અનાવલ અને રાનકુવા ઝોનના ખેડૂત સભાસદ મિત્રો માટે થયું હતું.

શેરડીનાં પાક અંગે આધુનિક ખેતી પધ્ધતિ થકી ઓછો ખેતી ખર્ચ અને વધુ ઉત્પાદન મેળવવા માટે નો એક વિન્રમ પ્રયાસ મહુવા સુગર ફેકટરીનાં ડાયરેકટરો શ્રી વિપુલભાઈ (અનાવલ) અને સુનિલભાઈ પરમાર (રાનકુવાઝોન)દ્વારા કરવામાં આવ્યો.

આ પરિસંવાદમાં કૃષિ યુનિવસીર્ટી નાં કૃષિ વૈજ્ઞાનિકો તજજ્ઞો ડૉ. શૈલેષમાલી તથા ડો. મુકેશભાઈ સિદ્ધપરા સાહેબ દ્વારા જમીન ચકાસણી, શેરડીનાં પાક માટે જરૂરી જમીન વ્યવસ્થાપન,શેરડીની નવી જાતો, શેરડીમાં આવતાં રોગો અને જીવાત નિયંત્રણ, નીંદામણ નિયંત્રણ, ખાતરનો સમય પ્રમાણે વપરાશ, ડ્રીપ ઈરિગેશન જેવી વિસ્તૃત સમજ ખેડૂતોમિત્રોને આપવામાં આવી હતી. ઇફ્કો ફર્ટીલાઇઝરનાં પ્રતિનિધી શ્રી નીકુલભાઈ દ્વારા શેરડીનાં પાકમાં રાસાયણિક ખાતર ઉપયોગીતાની વિસ્તૃત માહિતી આપાઇ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યથી નવાપુરમાં સહકારી પ્રવૃતિમાં જોડાયેલ પધારેલ શ્રીમતી સરલાતાઈ, શ્રી રામસીંગભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ શિબિરમાં સહકારીક્ષેત્રનાં અગ્રણી શ્રી માનસિંહભાઈ પટેલનું સુગર ફેકટરીનાં ડાયરેક્ટરો અને અનાવલ રાનકુવા ઝોનનાં ખેડૂત સભાસદ મિત્રો દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું.શ્રી વિપુલભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન અમારાં વિસ્તારનાં વહેવલ, ઉમરા, તરકણી, અનાવલ, કોષ, ગાંગડીયા, કુમકોતર, આંગલધરા ગામનાં સરકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં આગેવાનો દ્વારા કરાયું હતું. આ શિબિરમાં મહુવા સુગર ફેકટરીનાં ચેરમેન, ઉપપ્રમુખ તથા ડાયરેકટ૨ મિત્રો ઉપસ્થિતિ રહ્યા હતાં.

આ સમગ્ર કાર્યકમમાં ખેડૂતમિત્રોની મોટી સંખ્યામાં (મારા અંદાજ મુજબ ૧૫૦૦થી વધુની સંખ્યામાં) હાજરી રહી. આ કાર્યક્રમનું સફળ આયોજન કરનારાં ડાયરેકટ૨ આદરણીય શ્રી વિપુલભાઈ પટેલ (અનાવલ ઝોન) અને શ્રી સુનિલભાઈ પરમાર (રાનકુવા ઝોન), અમારાં વિસ્તારનાં સામાજિક, સહકારી અગ્રણીઓ તથા સુગર ફેકટરીનાં કર્મચારીમિત્રોને ઉપસ્થિત હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here