વલસાડ: વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું છે. સ્થાનિક લોકોએ કન્ટેનર જોતાં જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Decision News ને મળેલ માહિતી મુજબ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કન્ટેનરમાં ઓઇલ અથવા કેમિકલ ભરેલું હોવાની શક્યતા છે.હાલમાં કન્ટેનર દરિયાની અંદર હોવાથી તપાસમાં મુશ્કેલી પડી રહી છે. પાણીનો ભરાવો ઓછો થયા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસે સ્થાનિકોના નિવેદનો નોંધી લીધા છે.
સુરક્ષાની દૃષ્ટિએ તમામ તપાસ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. આ ઘટના સાગર સુરક્ષા કવચ અંતર્ગત સ્થાનિકોમાં કરવામાં આવેલી જાગૃતિનું સફળ પરિણામ માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ શંકાસ્પદ વસ્તુ જોતાં જ વહીવટી તંત્રને જાણ કરી હતી.

