ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે 13 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી હક્ક અધિકાર, શિક્ષણ, રોજગાર, આરોગ્ય વિષય પર એક જનસભાનુ આયોજન કરીને કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે બિનરાજકીય રીતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 13 સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર તરીકે ઘોષિત કરવામાં આવી છે જેના અનુસંધાને રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ જનસભાનો ઉદેશ્ય એ હતો કે આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી અધિકાર દિવસનું મહત્વ સમજે અને પોતાને મળેલા અધિકારો હક્કો પ્રત્યે જાગૃત થાય અને અન્યાય સામે અવાજ ઉઠાવે. આ યોજાયેલી વિશ્વ આદિવાસી અધિકાર જનસભામાં વિવિધ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની માહિતી આપી એનું મહત્વ સમજાવ્યું હતું અને આદિવાસી સમાજને મળેલ જળ જંગલ જમીન જેવા હક્ક અધિકાર, શિક્ષણ, રોજગાર, આરોગ્ય તેમજ સ્થાનિક પ્રશ્નોમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા લડત આપવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.

