ધરમપુર: ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામમાં આવેલ ઐતિહાસિક મહેલની તંત્રના ઉદાસીન વલણને લીધે ખુબ જ દયનિય હાલત થઇ ગઈ છે જેના પર ત્વરિત કાર્યવાહી કરાવી જીર્ણોધ્ધાર પ્રજા માટે ખુલ્લો મુકવા મુખ્યમંત્રીને પાસે લોક માંગ ઉઠી છે.

ધરમપુર તાલુકાની વનરાજીઓની વચ્ચે એક સુંદર મજાનું ગામ આવેલ છે નાની વહિયાળ અને એ ગામમાં એક રાજમહેલ આવેલ છે જે ગ્રામલોકોના મોઢે ચાલતી ચર્ચાઓ અનુસાર ધરમપુરના મહારાજા ધરમદેવજીએ પાર નદીના કિનારે ખુબ જ઼ રળીયામણાં સ્થળે લગભગ 200 વર્ષ કરતા વધારે સમય પહેલા બનાવેલ હતો પરંતુ જાળવણીના અભાવે હાલમાં આ મહેલ ખુબ જ દયનિય અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે.

આ બાબતે યુથ લીડર ડો નીરવ પટેલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆત સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે સામાજિક આગેવાન તરીકે ઘણીવાર નાની વહિયાળ ગામેથી પસાર થવાનું થતું હોય છે ત્યારે ગ્રામજનો સાથે ચર્ચા નીકળે ત્યારે ગ્રામજનો ઠંડી આહ ભરતા દુઃખ વ્યક્ત કરતા કહેતા હોય છે કે સ્થાનિક પ્રશાસનના ઉદાસીન વલણને કારણે આજદિન સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં આ રાજમહેલની જાળવણી બદઇરાદે નથી કરવામાં આવી રહી છે.

અત્યારે જળ, જંગલ, જમીનનો કોઈ પ્રોજેક્ટ હોત જેમાં મબલક કમાણી થાય એવું હોત તો ક્યારનુંય કામ થઇ ગયું હોત. પ્રશાસનને આદિવાસી વિસ્તારોમાં માત્ર પ્રોજેક્ટો લાવી વિસ્થાપિત કરવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. ગ્રામજનોના મોઢે સાંભળેલી વાતો અનુસાર આ રાજમહેલમાં આજથી 10-12 પહેલા સુધી સાર્વજનિક શાળા, સેન્ટ્રલ બેંક ઓફિસે ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ, કુમાર છાત્રાલય સહિત વિવિધ સંસ્થાઓ કાર્યરત હતી પરંતુ જાળવણીના અભાવે બિલ્ડીંગ ભયજનક બનતા ત્યાંથી બધું શિફ્ટ કરી લેવામાં આવેલ અને એક સમયની ભવ્ય સાંસ્કૃતિક ધરોહર હાલમાં ઝાડી ઝાંખરાવાળુ ચામાચિડિયાનું આશ્રયસ્થાન બનેલ ખંડેર અને ઘણીવાર રાત્રીના અંધકારમાં દારૂ ચરસ ગાંજાનું સેવન કરવા અસામાજિક તત્ત્વો માટેનો અડ્ડો બની રહ્યું છે.

અગાઉ વલસાડ કલેકટરે 2/7/2022 ના રોજ઼ ટ્વિટર અને હાલના x પર ફોટોગ્રાફસ મૂકી પ્રી વેડિંગ માટેનું સ્થળ દર્શાવેલ તેનાથી વિશેષ કશું નહીં. ગ્રામજનોના જણાવ્યા અનુસાર માજી સરપંચ દિલીપભાઈ પટેલે લગભગ 10-12 વર્ષમાં રીનોવેશન માટે વારંવાર રજૂઆતો કરેલ હતી અને ગામના હાલના આગેવાનો સરપંચ વિનોદભાઈ પઢેર અને અન્યોએ પણ રજૂઆત કરેલ છે પરંતુ તંત્ર ક્યાં કારણોસર ધ્યાને નથી લેતું એ ખુબ દુઃખની વાત છે. માટે આ રાજમહેલનું તાત્કાલિક રીનોવેશન કરાવવામાં આવે અને એને લૉ(કાયદા શાસ્ત્ર) કોલેજ તેમજ઼ દેશના વીર શહીદોનું મ્યુઝિયમ બનાવવામાં આવે જેથી કરીને અદ્ભૂત લોકેશનના કારણે ખુબ જ ઉમદા ટુરિસ્ટ પ્લેસ બની શકે એમ છે તો આ દિશામાં વિચારણા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આવનાર દિવસોમાં વલસાડ જિલ્લા અને ગુજરાત રાજય માટે યસક્લગી ઉમેરાય એમ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here