કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગામોમાં રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાજી સાથે પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી પર વિવિધ સ્થળો પર અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે નિર્માણધીન ચેકડેમોના કામોનું નિરીક્ષણ કર્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાતનું ચેરાપુંજી એવા કપરાડા તાલુકામાં ચોમાસામાં ખુબ વરસાદ પડે છે પરંતુ વહી જતા પાણીને અટકાવવા માટે સરકાર દ્વારા જળસંચયની પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો જેના પરિણામે આ ચેકડેમોના નિર્માણનું કામ હાલ પ્રગતિમાં છે. આ ચેકડેમોથી કપરાડાના છેવાડાના આદિવાસી ગામોના ખેડૂતો સારી રીતે સિંચાઈ દ્વારા ઉપજ મેળવી શકશે અને આર્થિક રીતે સક્ષમ બનશે.

આ દરમિયાન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઇ ગાંવિત, ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઇ ભોયા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ગુલાબભાઇ રાઉત, એ.પી.એમ.સી. ચેરમેન તથા નાનાપોંઢા સરપંચ શ્રી મુકેશભાઇ પટેલ, ભાજપ અગ્રણી શ્રી મંગુભાઇ ગાંવિત સહિત તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, અધિકારીઓ અને ગ્રામજનોએ હાજર રહ્યાં હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here