પારડી: પારડી પોણિયા સ્ટેશન રોડ પર મધ્યરાત્રે તસ્કરોએ બિલ્ડીંગોને નિશાન બનાવ્યા હતા. બાલાક્રિષ્ના રેસીડેન્સી બિલ્ડરની ઓફિસ અને શ્રી હરિ જનરલ સ્ટોરના શટર તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તેમણે ટેબલના ખાના તપાસ્યા, પરંતુ કોઈ રોકડ રકમ ન મળતાં તેમનો પ્લાન નિષ્ફળ ગયો.

રાત્રે 2:38 વાગ્યે એડવોકેટ નિલેષ ભંડારીના ઘરના સીસીટીવી કેમેરામાં તસ્કરો દેખાયા હતા. ત્યારબાદ 2:53 વાગ્યે શિવમ રેસીડેન્સીના કેમેરામાં ચાર શખ્સો ભાગતા નજરે પડયા હતા. સ્થાનિક લોકોએ પોણીયા યુનિટ ગ્રુપમાં મેસેજ કર્યો હતો.પારડીના PI જી.આર.ગઢવીને જાણ થતાં તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ તસ્કરોનો પીછો કરતાં તેઓ દીવાલ કૂદીને ઝાડી-જંગલમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે ઉદવાડા-વાપી રેલવે સ્ટેશનને એલર્ટ કર્યું છે.દિવાળી નજીક આવતાં તસ્કરોની પ્રવૃત્તિઓ વધી છે. પોલીસે લોકોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here