દેડિયાપાડા: દેડિયાપાડાના આપના ધારાસભ્યને ગતરોજ દેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીના કેસમાં સ્થાનિક અદાલતમાં કેસ દાખલ થયો છે. કાયદાકીય કાર્યવાહી મુજબ તેમને આરોપી તરીકે કોર્ટમાં હાજર રાખવામાં આવ્યાં હતાં.
પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગ દરમ્યાન કમિટીમાં વેપારીનો સમાવેશ કરવાના મામલે વિવાદ થયો હતો. પ્રાંત અધિકારીની ચેમ્બરમાં ધારાસભ્યએ છુટ્ટો ગ્લાસ અને મોબાઇલ માર્યો હોવાની ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ નોંધાવી હતી. આ કેસમાં ધારાસભ્ય બે મહિના ઉપરાંતથી જેલમાં બંધ છે.
પોલીસે કોર્ટમાં આ કેસ માટે ચાર્જશીટ કરતા દેડીયાપાડા કોર્ટમાં કેસ કમિટ થયો છે.ચૈતર વસાવાને હાજર કરી જરૂરી સહી કરાવવાની હોય જે પ્રોસિઝર માટે તેઓને કોર્ટમાં હાજર રખાયા હતા.હવે આ કેશ સેસન્સ કોર્ટ રાજપીપળા ખાતે ચાલશે. તેમને વડોદરા સીટી પોલીસ વાનમાં પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા હતા. તેમના સમર્થકો ને ખબર પડતાં મોટી સંખ્યામાં મળવા માટે લોકો ડેડીયાપાડા કોર્ટ ખાતે પહોંચ્યા હતા. કોર્ટ ખાતે તેઓ પોતાના પરિવારને મળ્યા હતા.

