આગામી: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે અને આવતીકાલ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી.પરંતુ 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક હળવા વરસાદની શક્યતા રહેશે. તાપમાનમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

