Decision News ને મળેલી માહિતી મુજબ વાલીયા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. તોમરના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ ટીમોની રચના કરવામાં આવી. પોલીસે વાલીયા-નેત્રંગ રોડ, વાલીયા ચાર રસ્તા પોલીસ ચોકી અને સીલુડી ચોકડી વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર વાહન ટાટા ટીયાગો કાર (GJ-16-CH-3869) શોધી કાઢવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે કારના ચાલક કિશોર છગનભાઈ પટેલ (રહે. કોસમડી, તા. અંકલેશ્વર) હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here