કપરાડા: થોડા દિવસ પહેલાં કપરાડાના કોંગ્રેસના મહિલા આગેવાન કુંજાલી પટેલ નામ અને સરનામાં અને ખોટી સહી કરી મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ખ્રિસ્તી ધર્મ પાળતા ભાઈ બહેનો ની લાગણી દુભાઈ એવી ખોટી અરજી કરી મારી છબી બગાડી બદનામ કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News સાથે વાત કરતાં કુંજાલી પટેલ જણાવે છે કે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મારા સરનામાં તેમજ મારી ખોટી સહીનો ઉપયોગ કરી મારા નામથી મારા આદિવાસી સમાજમાં ગેરસમજ ઉભી કરવા તેમજ સમાજમાં ભાગલા પાડવાના ખોટા ઈરાદા થી મને સમાજમાં બદનામ કરવાના હેતુથી ખોટી અરજી કરેલ છે. આ ખોટી અરજીના કારણે અમારા આદિવાસી સમાજમાં ખ્રિસ્તી ધર્મ પાળતા ભાઈ બહેનોની લાગણી દુભાઈ છે. તેમજ મારા નામ અને સરનામાંનો તેમજ મારી ખોટી સહીનો ઉપયોગ કરી મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવેલ છે જેના વિરુદ્ધમાં મારા દ્વારા તારીખ 20/08/2025 ના રોજ વિસ્તરણ અધિકારી પંચાયત, તાલુકા પંચાયત કપરાડા ની સમક્ષ રૂબરૂ લેખિતમાં અરજી કરેલ છે જેને ધ્યાન માં લઇ વિસ્તરણ અધિકારી પંચાયત, તાલુકા પંચાયત કપરાડા દ્વારા મારો યોગ્ય જવાબ લઇ ચકાસણી કરી ઉપરી અધિકારીને જાણ કરેલ છે, પરંતુ આપ સાહેબશ્રીને આજે રૂબરૂમાં લેખિત અરજી કરું છું જેમાં આપને વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વના વિરુદ્ધ માં આપ તપાસ હાથ ધરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી દાખલા રૂપી સજા કરી ભવિષ્યમાં આવી વિકૃત માનસિકતા ધરાવતા વ્યકતિ ખોટી રીતે કોઈને બદનામ કરવાનું કૃત્ય ફરીથી નહિ કરે. મેં અરજીમાં 1: ખોટી અરજી કરેલા ની નકલ 2: વિસ્તરણ અધિકારી સમક્ષ લેખિત માં આપેલ મારો જવાબ 3: વિસ્તરણ અધિકારી દ્વારા દફતરે જમા કરેલ છે.
ભવિષ્યમાં કોઈ મોટી નકારાત્મક સામાજિક ઘટના ન ઘટે તે માટે આપ સાહેબશ્રીને મારી વિનંતી છે કે આ સંવેદનશીલ ઘટનાની ફરિયાદને પ્રાથમિકતા આપી યોગ્ય તપાસ કરવા માં આવે તેમજ આવા અસામાજિક વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

