કપરાડા: કપરાડાના કુંભ ઘાટ પર ખાડાઓના કારણે બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.સદનશીબે તમામનો બચાવ થયો હતો.ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કપરાડાથી ધરમપુર તરફ જઈ રહેલી એસટી બસ કુંભ ઘાટ ઉતરી રહી હતી. તે દરમિયાન રસ્તા વચ્ચે પડેલા ખાડાઓને કારણે બસના ડ્રાઈવરે બેલેન્સ ગુમાવ્યું હતું.
જોકે બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા બસ ખાબકતા અટકી ગઈ હતી.Decision News ને મળેલી માહિતી મુજબ બસમાં બેસેલા 40 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.આમ નાનાપોંઢાથી કપરાડા તરફ જતો નેશનલ હાઈવે નંબર 848 પર ખાડાઓની ભરમાર જોવા મળે છે.
ખાડાઓના કારણે ઘણા અકસ્માતો પણ થઈ રહ્યા છેછતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી.હાલ વરસાદે વિરામ લીધો હોય તંત્ર દ્વારા ફક્ત ખાડાઓમાં પથ્થરો નાખી પુરાણ કરી સંતોષ માની રહ્યું છે પરંતુ પાકા પાયે પેચવર્ક કરવામાં આવે તેવી લોકોની માગ છે.

