અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીની ડેક ઇન્ડિયા કંપનીનો સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર સહિત અજાણ્યા ચાર શખ્સો કંપનીમાંથી રૂ.6.51લાખ ઉપરાંતની કિંમતનું મટીરીયલ પીકઅપ ટેમ્પોમાં ચોરી ફરાર થઈ જતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઇડીસી રાજપીપળા રોડ ખાતે રહેતા આસિફ શેખ અંકલેશ્વર જીઆઇડીસીની ડાયેટ્રિક એન્જિનિયરિંગ કંપનીમાં એચઆર તરીકે કામ કરે છે.

એચઆરે ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી કંપનીમાં માર્કંડેય અવધેશ મોર્યા (રહે – ઉત્તરપ્રદેશ) છેલ્લા ચાર વર્ષથી સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરે છે. રાત્રે પ્રોડક્શન એરીયા બંધ કરી લોક કરતા ચાવી સિક્યુરિટી સુપરવાઇઝર પાસે હોય છે. ગઈ તા. 25 ઓગષ્ટના રોજ કંપનીમાં ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા એસએસના સર્કલ ગોળ, એસએસના પીટીએસ સ્ટેન્ડ, સર્વિસ પ્રીમિયમ બોક્સ મળી કુલ રૂ. 6,51,865ની ચોરી થયાનું બહાર આવ્યું હતું.

સીસીટીવીમાં અજાણ્યા ચાર શખ્સો મટીરીયલ પીકઅપ ટેમ્પોમાં મુકતા નજરે ચડ્યા હતા. ઝણવટભરી ચકાસણી કરતા તે પૈકી એક ગાર્ડ સુપરવાઇઝર માર્કંડેય હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે આરોપીએ મટીરીયલ પરત આપવાની ખાતરી આપતા ફરિયાદ કરી ન હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ગાર્ડ સુપરવાઇઝર સહિત ચાર શખ્સો વિરુદ્ધ નોકરચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here