નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી દાંડી દરિયા કિનારેથી બે કન્ટેનર મળી આવ્યા હતા. ત્રીજા દિવસે પણ ઉભરાટ નજીક આવેલા દીપલા ગામે પણ આજ કંપનીનું કન્ટેનર મળી આવતા મરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.નવસારીમાં સોમવાર અને મંગળવારના રોજ દાંડી દરિયા કિનારે બે કન્ટેનર તણાઈ આવતા ચકચાર મચી ગઇ હતી.

સતત ત્રીજા દિવસે પણ દીપલા ગામે પણ કન્ટેનર તણાઈ આવતા જલાલપોર મામલતદાર મૃણાલદાન ઇસરાની અને મરોલી પીઆઈ ડી.જે. પટેલ અને સ્ટાફ વહીવટી અધિકારીઓ સાથે દોડી આવ્યા હતા.આ સાથે બોમ્બ સ્કવોર્ડ, એફ.એસ.એલ અને જીપીસીબીની ટીમ પણ ધસી આવી હતી. જોકે આ કન્ટેનરમાંથી કોઈ કેમિકલ જેવી વસ્તુ લીકેજ ન હોય વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ દુબઇથી ઓમાન તરફ જતા શીપમાંથી 48 જેટલા કન્ટેનર પૈકી ત્રણ કન્ટેનર નવસારી જિલ્લામાંથી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.હાલ ચોક્કસ કન્ટેનરમાં હોવાનુ તો બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક તારણ મુજબ કલરલેશ બેઝ ઓઇલ હોવાની શક્યતા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here