ધરમપુર: ધરમપુર હનુમાનજી મંદિરની પાસે આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસેનો એચટી લાઈનનો વિજપોલ જર્જરીત થતા ધરાશાયી થવાની સ્થિતિમાં કોઈ ગંભીર બનાવ ન બને એ ધ્યાને લઇ ડિજીવીસીએલએ વિજપોલ ખસેડી અન્ય ઉભો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી પૂર્વે વિજપ્રવાહ બંધ કરાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ટ્રાન્સ્ફૉર્મર પાસે બંધ લાઈન ઉતારવા માટે લાઈનના છેડા કાપતી વખતે અચાનક કામદાર નીચે પડયો હતો. જેથી તેને તાત્કાલિક સાઇનાથ હોસ્પિટલ ધરમપુરમાં ખસેડાયો હતો. જ્યાં મળતી માહિતી મુજબ તેની હાલત સ્થિર છે. ઘટનાની જાણ થતા ડિજીવીસીએલના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

આ સાથે સ્થાનિક અગ્રણીઓ ધીરજસિંહ રાઠોડ, હરીશભાઈ ચૌહાણ, યુવા અગ્રણી, સાવન પટેલ,અજય સિંહ દોડીયા, તથા સ્થાનિકો સાથે ઉપસ્થિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ સોલંકીએ મકાનો, તથા મહાલક્ષ્મી સોસાયટીના રહીશોની અહીંથી અવરજવર થતી હોવાથી ટ્રાન્સ્ફૉર્મર અન્ય જગ્યાએ ખસેડવા લાગણી વ્યક્ત કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here