પોરબંદર: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટો ફાળવે છે તથા ગ્રામીણોને રોજગારી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ મૂળ લાભાર્થી સુધી ઓનલાઈન થઈ ગયા બાદ પણ કોઈ પણ પ્રકારની સહાય કે રોજગારી મૂળ થયો સુધી પહોંચતી જ નથી.. અને આવીજ રીતે ગામના ભોળા, અબુધ્ધ, અશિક્ષિત, મજૂર, ખેડૂત વગેરે વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી ને સરપંચ અને તેના મળતીયાઓ ખેલ પાડી જાય છે.
આવો સમગ્ર મામલો પોરબંદર જિલ્લાના રાણા બોરડીમાં પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ રાણા બોરડી માં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે સરપંચ વિરુદ્ધ તથા અન્ય અધિકારી સહિત વિરુદ્ધ કેન્દ્ર સરકારમાં ફરિયાદો કરવામાં આવી આવી હતી. જે ફરીયાદીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મારફત જ તપાસ કરવા પણ જણાવાયું હતું પરંતુ સમગ્ર તપાસ પોરબંદર જિલ્લા કક્ષાએ શરૂ કરી અને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટી દ્વારા છેલ્લા દોઢ મહિનામાં કોઈપણ પ્રકારે તપાસ ન કરતા મામલો ગરમાયો હતો. ચાર તારીખે ગ્રામ પંચાયતની તપાસમાં કમિટી મુલાકાત કરી ફરિયાદીઓને બોલાવવામાં આવી હતી. પરંતુ અંતિમ સમયમાં તારીખ બદલાવી 10 તારીખે જિલ્લા પંચાયતે બોલાવતા મિશન માતૃભૂમિની ટીમે કોઈપણ પ્રકારે તપાસ ન થયા હોવાની ગંધ આવતા જ તપાસ કમિટી જિલ્લા અને તાલુકા ના અધિકારી કેન્દ્ર સરકાર સુધી ફરિયાદ કરવામાં આવી..
આ સમગ્ર કૌભાંડ મામલે મિશન માતૃભૂમિ પાસે સંપૂર્ણ પ્રાથમીક પુરાવાઓ તપાસ કમીટી અને જીલ્લા વિકાસ અધીકારીને 325 પાનાઓ સહીતનો પ્રાથમીક રીપોર્ટ રજુ કરીને ધડાકો કર્યો હતો સાથે જ આ સમગ્ર રિપોર્ટ મીડિયા સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યો આ પુરાવામાં 451 મનરેગાના જોબકાર્ડ ની સામે 800 ની આસપાસ જનધનના ખાતા ખોલી ગેરકાયદેસર રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું અને મનરેગાના જોબકાર્ડ અને 800થી વધુ બેંક ખાતા ખુલી ગયા પણ ગ્રામજનોને ખબર જ ન હતી કે તેઓના નામના બોગસ ખાતા ખોલી સરકારી સહાયનો લાભ લઇ સરપંચ અને તેના જ મળતીયા દ્વારા સમગ્ર કૌભાંડ આચરી કરોડો રૂપિયા ગામના લાભાર્થીઓના નામે ટ્રાન્સફર કરી લીધા અને ઉપાડી પણ લીધા. આ રીપોર્ટમાં 291 થી વધુ ટોઈલેટ પાસ કરીને ઉચાપતનો નામ સહીતનો રિપોર્ટમાં સામેલ કર્યો હતો
આ સમગ્ર કૌભાંડમાં બેંકોની પણ ભૂંડી ભૂમિકા સામે આવી હતી કે મૂળ લાભાર્થીઓ અને ખાતાધારકોની જાણ બહાર કઈ રીતે બેંક ખાતા ખુલી ગયા..? અને લાભાર્થી ની હાજરી કે જાણ બહાર વચેટીયાઓમાં સરકારી લાભ અને બેક ખાતામાંથી ટ્રાન્સફર કઈ રીતે કરી ગયા હતા..? સમગ્ર મામલે રાણાવાવ બેંકનાં મેનેજરો, અને કર્મચારીઓ પણ રડારમાં..
સમગ્ર કૌભાંડમાં સૌથી મોટી એ વાત સામે આવી હતી કે 2009 થી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતુ પણ ગામનાં સ્થાનીકોને ગંધ પણનાં આવી, અને જેને ગંધ આવી તે લોકોને કા તો ડરાવી,ધમકાવી,મારી ભયનો માહોલ ઉભો કરીને દબાવી દેવાતા હતા અથવા તો પૈસાની લાલચ આપીને મામલો રફેદફે કરવામાં આવતો હતો.. પણ મિશન માતૃભૂમિ પણ હાર માનવા તૈયાર નથી અને સ્પષ્ટ કહ્યું હતું કે.. આ લડાઈ અંત સુધી ચાલુ રાખવામાં આવશે અને નાનામાં નાના પરિવારનાં નામે ચરીખાનારનાં મોઠામાંથી ઓકાવીને રહેશે..મિશન માતૃભૂમિએ એમપણ કહ્યુ હતુ કે તાલુકાનાં નાયબ મામલતદારની હાજરીમાંજ સરપંચે બેફામ વાણી વાપરી અને આડકતરી રીતે ધમકી અને દબાણ આપતા કહેલ કે “કોઈ માવા ખાવા પણ ન નીકરવું આને ક્યાયપણ બેસવું પણ નહી..”
સમગ્ર કૌભાંડનાં મુળ ઘણા ઉંડાં હોઈ અને ગુજરાત ઈતિહાસમાં સૌથી મોટુ ગ્રામ્ય કક્ષાનું કૌભાંડ હોવાનું મિશન માતૃભૂમિએ જણાવ્યું હતું… અને ટીમ પણ રાતદીવસ એક કરી પુરાવાંઓને તૈયાર કરી રહ્યા છે. અને ફોજદારી કાર્યવાહી ન થાઈ ત્યા સૂધી આંતક મચવનારા અને એમના આકાઓને મુળ સુધી પોચીને જ રહેશે

