અંકલેશ્વર: અંકલેશ્વરમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ પકડાયું છે. ભરૂચ એલસીબીએ સંજાલી ગામના મહારાજા નગર સ્થિત સાનિધ્ય કોમ્પલેક્ષમાં કાર્યવાહી કરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ જય ભેરવનાથ વાસણ ભંડારની દુકાનમાં ચાલતા અવૈધ ગેસ રિફીલિંગના ધંધા અંગે પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.દુકાનના ગોડાઉનમાંથી પોલીસે 31 નાના-મોટા સિલિન્ડર જપ્ત કર્યા છે.

આ ઉપરાંત રિફીલિંગ પાઇપ અને વજન કાંટો પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે દુકાનના સંચાલક સાગર શાંતિલાલ ખટીકની ધરપકડ કરી છે.હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here