વલસાડ: વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને તાલુકાના સરપંચો વિધાનસભાના મોનસુન સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચ્યા. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી કુવરજી બાવળીયા સહિતના મંત્રીઓને પણ મળ્યા હતા.

ધારાસભ્યએ વલસાડ જિલ્લાના વિકાસ કાર્યોના ઝડપી અમલીકરણ માટે મંત્રીઓને વિનંતી કરી. તેમણે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ હેલ્મેટ કાયદા અંગે ખાસ રજૂઆત કરી. ચોમાસા દરમિયાન વલસાડના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ કાયદામાં થોડી છૂટછાટ આપવાની માંગણી કરી હતી.

ધારાસભ્ય ભરતભાઈએ સ્પષ્ટતા કરી કે સરકારની ગાઈડલાઈનનું પાલન દરેક માટે ફરજિયાત છે. તેમ છતાં, વરસાદી મોસમમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે રાહત મેળવવા માટે તેઓ પ્રયાસ કરશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here