વાપી: વાપી ઓવરબ્રિજની કામગીરી મંથરગતિએ ચાલતા લોકોમાં રોષ વધી રહ્યો છે ત્યારે ગત રોજ બ્રિજના ગડર લોન્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી લાંબા સમય બાદ બ્રિજની કામગીરીને હવે વેગ મળશે એવું લાગી રહ્યું છે.વાપી પૂર્વથી પશ્ચિમમાં જવા ટ્રાફિકના કારણે હજારો લોકોએ ટ્રાફિક સામનો કરવો પડે છે . બીજી તરફ બ્રિજની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તે સવાલ સૌના મનમાં ઊઠી રહ્યો છે.
બ્રીજની મંથરગતિએ ચાલી રહેલી કામગીરી વચ્ચે રવિવારે વાપી સર્કિટ હાઉસની સામે બ્રિજના ગડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.બે ગડર બેસાડવામાં આવ્યા હતા. હવે તબક્કાવાર ગડર બેસાડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.ગડર બેસાડવાની કામગીરી બાદ સ્લેબની કામગીરી શરૂ કરાશે.
મહત્વની વાત એ છે કે અત્યાર સુધી બ્રિજની કામગીરીમાં ઘણો સમય નીકળી ગયો છે.જેથી આગામી સમયમાં ઝડપથી બ્રીજની કામગીરી હાથ ધરાય તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. ત્યારે આગામી દિવસોમાં બ્રિજની કામગીરી કેટલી ઝડપથી થાય છે તે જોવું રહ્યું છે. બ્રિજ બંધ રહેવાથી પૂર્વથી પશ્ચિમમાં જવા મુશ્કેલી પડે છે.

