ભરૂચ: વાગરા તાલુકાના સાંચણ ગામ નજીક ગત રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો છે. હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. કારમાં સવાર બદલપુરા ગામના બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
GJ-27-TD-0273 નંબરની ટ્રક રોડની સાઈડમાં ઊભી હતી. ટ્રક ડ્રાઈવર પાછળ દોરડું બાંધી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ચાલક બંને વાહનો વચ્ચે સપડાઈ ગયો. તેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

