સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં માતૃ પ્રવાહ ચેરિટેબલ ટ્રસ્ટે ગણપતિ વિસર્જનના દિવસે એક અનોખી પહેલ કરી. મહાદેવના મંદિર ખાતે 600થી વધુ લોકોને કઢી-ખીચડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. આ સાથે લોકોને નશામુક્તિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.
ટ્રસ્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થા આલ્કોહોલ એનોનિમસ સાથે જોડાયેલું છે, જે 200થી વધુ દેશોમાં કાર્યરત છે. સંસ્થાનું મુખ્ય લક્ષ્ય યુવાનોને દારૂ, ચરસ, ગાંજો, બ્રાઉન સુગર અને MD જેવા નશીલા પદાર્થોથી દૂર રાખવાનું છે.સંસ્થા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.
પ્રથમ, યુવાનોને નશામુક્ત કરી સમાજમાં પુનઃસ્થાપિત કરવા. બીજું, ભગવાનના ફોટા એકત્રિત કરી વાર્ષિક વિધિપૂર્વક વિસર્જન કરવું. ત્રીજું, જેલમાંથી છૂટેલા કેદીઓને હીરા અને કાપડના કારખાનાઓમાં રોજગારી આપી સમાજમાં પુનઃસ્થાપિત કરવા.

