વાસદા: એક દિવસ પહેલાં વાંસદાના બારતાડ ગામના દૂધ ડેરી ફળિયામાં 5 સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ગણેશજીની મૂર્તિની વિસર્જન શોભાયાત્રા નીકળી ત્યારેબે જૂથો વચ્ચે વિવાદ થયો અને હિંસક ઘર્ષણ સર્જાયાની ઘટના બનવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના બારતાડ દૂધ ડેરી ફળિયામાં 5 સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ગણેશજીની મૂર્તિની વિસર્જન શોભાયાત્રા નીકળી ત્યારે ઋષભભાઈ દવિયરવાલા તેમની કાર પૂરઝડપે ચલાવી રહ્યા હતા. લોકોએ નાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ધીમે ચલાવવાનું કહ્યું. જો કે, તેમણે વારંવાર ગાડી પૂરઝડપે ચલાવી હતી. ત્યાર બાદ કેટલાક લોકોએ રૂષભની કાર પર ગુલાલ નાખ્યો હતો. રૂષભે વાઇપર ચાલુ કરતાં ઉમેદભાઈ કુંકણાએ તેને તોડી નાખ્યું. મેહુલભાઈ પટેલે કારના કાચ પર મુક્કો મારી નુકસાન પહોંચાડ્યું. સંજયભાઈ ચૌધરીએ કારને પથ્થરથી નુકસાન કર્યું હતું બીજા દિવસે સાંજે સાડા પાંચ વાગ્યે ધનસુખભાઈ ગામીત અને અન્ય 10 લોકો ત્રણ મોટરસાઈકલ પર બળિયા મંદિર પાસે આવ્યા. તેમણે લાકડાના ફટકા અને પાવડાના હાથા વડે કનુભાઈ પટેલ સહિત ચાર વ્યક્તિઓ પર હુમલો કર્યો.
પોલીસે ધનસુખભાઈ ગામીતે આરોપીઓ સામે FIR નોંધી છે. સાથે જ ઉમેદભાઈ કુંકણા સહિત 6 વ્યક્તિઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. વાંસદા પોલીસ સ્ટેશનના PI એમ.ડી.ગામીત કેસમાં હાલના સામાચાર મળ્યા મુજબ 15 વ્યક્તિઓની અટકાયત કરી છે.

            
		








