દેડીયાપાડા: દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા 8થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે. આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. વસાવા હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપશે.

63 દિવસના જેલવાસ બાદ વસાવાને શરતી જામીન મળ્યા છે. તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી 1 સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી.આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાંચમી જુલાઈથી જેલમાં બંધ હતા. તેમની સામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે.

આ ઘટના ATVTની સંકલન બેઠક દરમિયાન બની હતી. બંને નેતાઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ. ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો. સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here