પાવાગઢ: ગતરોજ હિન્દુના પવિત્રધામ પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત નીપજ્યા હોવાની મોટી દુર્ઘટના બનવા પામી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચીને સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
Decision News ને પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ પાવાગઢ પર્વત ઉપર સામાન લઈ જતી લીફ્ટ- રોપ વેનું દોરડું તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઇ છે. દુર્ઘટના સર્જાતા 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પ્રવાસન સ્થાનો પર જીવ જવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પાવાગઢના માંથીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી, તે સમયે રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટનાથી આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું છે.

