કપરાડા: ધોધમાર વરસાદ કારણે ખાડીનું પાણી કોઝવે પર ફરી વળતા આજરોજ કપરાડા તાલુકાના મનાલા ગામ નજીક બે યુવકો બાઈક લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આજે એક તણાય જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મનાલા ગામ નજીક કોઝવે પર પહોંચતા જ પાણીના તીવ્ર પ્રવાહમાં બાઈક સાથે બંને યુવકો તણાવા લાગ્યા હતા. જેને પગલે આસપાસના લોકોએ આ દૃશ્ય જોયું અને તરત જ બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓએ પોતાના જીવના જોખમે બંને યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા અને તેમનો પ્રાથમિક ઉપચાર કર્યો હતો.
Decision News ને હાલમાં જાણવા મળેલી માહિતિ મુજબ બચાવ કાર્ય બાદ બંને યુવકોની સ્થિતિ બહેતર છે. સ્થાનિક આદિવાસી આગેવાન જયેન્દ્ર ગાંવિતે જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન કોઝવે પરથી પસાર થઈ જોખમ ન લેવા માટે જણાવ્યું હતું. આ ઘટના સમયે ડે. સરપંચ સોમલે ભાઈ કોદીયા, સભ્યશ્રી ધાકલ ભાઈ પટારા, જ્યંતીભાઈ ચૌધરી, બાબુભાઈ રાઉત, શંકરભાઈ વળવી, શકરેભાઈ કોદિયા, ગુલાબભાઈ રાઉત, જયેશ ચૌધરી, બારક્ય કાક બિરારી, પ્રભુભાઈ પાહુ, કાંતુભાઈ રાઉત, ઉત્તમભાઈ રાઉત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

