દક્ષિણ ગુજરાત: 78 વર્ષથી વધારે સમયથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભાજપ કોંગ્રેસના ભ્રષ્ટાચારને પાપે સુગર મિલો, સહકારી દૂધ મંડળીઓ, જમીન વિસ્થાપન અને સરકારી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર જેવી સમસ્યાનો અંત હવે આમ આદમી પાર્ટી કરશે.
એડ. જીમ્મી પટેલ જણાવે છે કે તમામ યુવા મિત્રોને વિનંતી છે કે તમારા ગામના, ફળિયાના, તાલુકાના ભ્રષ્ટાચાર થયો હોય તેની માહિતી અમોને આપો. આ ભાજપ કોંગ્રેસના આંતરિક ગઠબંધન કરી ભ્રષ્ટાચાર કરતા મળતિયાઓના છોતરાં ની કાઢી નાખીયે તો કહેજો. જેમણે પણ આ 78 વર્ષની ખરાબ નીતિ સામે સાચી નીતિથી લડવું હોય તે અવશ્ય સંપર્ક કરે. કારણ કે જ્યારે સારા માણસો યોગ્ય જગ્યા લેતા નથી ત્યારે ખરાબ માણસો તે જગ્યા ઉપર આવી અયોગ્ય કાર્ય કરે છે. જેનું પરિણામ આખા સમાજ એ ભોગવવાનું થાય છે. એટલે હવે સારા ઈમાનદાર યોગ્ય માણસો એ આગળ આવ વાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે હવે ગામે ગામે ચૈતરભાઈ જેવા કદાવર સમાજ હિતેચ્છુ નેતા ઊભા કરવાના છે. એ જિમેદારી આપણી છે. વર્ષોથી વિચારતા આવેલ છે. હવે વિચારવાનો સમય ગયો. હવે એકશનમાં આવવાનો સમય આવ્યો છે. તમામ મિત્રોને આગળ આવવા આહવાન કરું છું.

