વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામે ગ્રામ પંચાયત તથા ખેરલાવ મિત્રમંડળના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા ખેરલાવ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર ભવ્ય રીતે યોજાઈ હતી. શિબિરનું ઉદ્ઘાટન ચિરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢાના માલિક ડૉ. દિવ્યેશભાઈના હસ્તે કરવામાં આવ્યું. ખાસ વાત એ છે કે ખેરલાવ ગામે આ શિબિરનું આયોજન છેલ્લા 7 વર્ષથી દર વર્ષે નિયમિત રીતે થઈ રહ્યું છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપનાર આગેવાનોમાં: પારડી પ્રાંત અધિકારી શ્રી નિરવ પટેલ, મામલતદાર શ્રી રાણા સાહેબ, ડૉ. હેમંત પટેલ (સાંઇનાથ હોસ્પિટલ, ધરમપુર), પારડી ભાજપ તાલુકા પ્રમુખ શ્રી પુનિત પટેલ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર RP Sels નાનાપોંછા પ્રકાશભાઈ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રાકેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રી અંકિત પટેલ (અંબાચ), તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતેશ પટેલ (ડુમલાવ), તાલુકા પંચાયત સભ્ય શ્રી શૈલેષભાઈ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહિલ દેસાઈ, પારડી તાલુકા યુવા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રવિ પટેલ, અંબાચ સરપંચશ્રી મનીષાબેન, ટુકવાડા સરપંચશ્રી તેજલબેન, ખૂંટેજ સરપંચ શ્રી જીગ્નેશભાઈ , વિશ્વ હિન્દુ પરિષદ થી નેહુલભાઈ, ચેતનભાઈ , ડુમલાવ ગામ ના આગેવાન જયવદન ભાઈ , રોહિના ગામ આગેવાનો પ્રકાશભાઈ, હિતેશભાઈ અને એડ્વોકેટ અમિતભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો તથા મહિલાઓએ રક્તદાન કરી સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. કાર્યક્રમમાં લક્કી ડ્રો યોજાયો હતો જેમાં 32” LED TV, સ્માર્ટ મોબાઇલ ફોન તથા સરપ્રાઈઝ ગિફ્ટો વિજેતાઓને આપવામાં આવ્યા. આ આયોજનમાં સહયોગ આપવા બદલ ખાસ આભાર : ચિરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢા (ટી-શર્ટ દાતા), RP Sels નાનાપોંછા (LED TV દાતા), ગુપ્તા મોબાઇલ વાપી (મોબાઇલ દાતા), કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ (સહયોગ).
ખાસ મિત્ર હિરેન પટેલ અને નિરંજન પટેલ (તીર્થ ઇલેક્ટ્રિકલ) દ્વારા ૧૦ શીલિંગ ફેન તથા મિટ્ટીધન ધરમપુર હિરેનભાઈ દ્વારા પ્રાથમિક શાળા ખેરલાવ ના બાળકો માટે ગાર્ડન ટૂલ સેટ સરપંચશ્રી મયંક પટેલના જન્મદિવસ નિમિત્તે ભેટરૂપે આપવામાં આવ્યા. સરપંચશ્રી મયંક પટેલના જન્મદિવસ નિમિત્તે શાળા બહાર મહાનુભાવો ના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો, જે પર્યાવરણ પ્રત્યે જાગૃતિનું પ્રતિક બન્યું. આ આયોજનને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ દાતાશ્રી, આગેવાનો, કાર્યક્રમમાં કવરેજ કરનારા મીડિયાકર્મીઓ તથા ગામલોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

