તાપી: તાપી જિલ્લાના સોનગઢ ખાતે રંગ ઉપવનમાં જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાળવણી, ‘લીલુંછમ ગુજરાત’, ‘વૃક્ષ વાવો,પ્રદૂષણ હટાઓ’ અને ‘એક પેડ,માં કે નામ’ જેવા ઉદાત્ત હેતુઓ સાથે જિલ્લામાં 76મા વન મહોત્સવની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારંભમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે વન મહોત્સવને ફક્ત ગાંધીનગરમાં ઉજવવાની પ્રથાને બદલીને રાજ્યના ખૂણે ખૂણે ઉજવાય તેવું આયોજન કર્યું હતું.આ પ્રથાના ફળસ્વરૂપે આજે આપણે તાપી નદીના કાંઠે, પ્રકૃતિની ગોદમાં આવેલા આપણા જિલ્લામાં, વન મહોત્સવની ઉજવણી આદિવાસી ભાઈ-બહેનોની વચ્ચે કરી રહ્યા છીએ,જેઓ વનના સાચા હકદાર છે.આ સમારંભમાં વૃક્ષોનું જતન કરવા માટે ગ્રામ પંચાયતોને વન વિભાગ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું.

‘એક પેડ, માં કે નામ’ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં લગભગ 7,000 વૃક્ષો એક સાથે રોપવામાં આવ્યા,જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી.આ વર્ષે તાપી જિલ્લામાં 2,800 હેક્ટર જમીનમાં કુલ 22.90 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.તેમજ સોનગઢ તાલુકામાં પણ 850 હેક્ટર જમીનમાં રોપાણ માટે રોપાનું વિતરણ પણ આયોજિત કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યો,વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here