મહુવા: એકતા, સંગઠન, ભાઈચારા અને આનંદોલ્લાસનાં પ્રતીક એવા ગણેશોત્સવને વહેવલ (વાંક ફળિયા) જ્ય ભવાની ગ્રુપ સાચા અર્થમાં સાર્થક કરી રહી છે. સાથિયલ મીડિયા- રીલની દુનિયામાં ખૂંપી ગયેલા આજના બાળકો – ટીનએજર્સને રિયલ લાઇફની દુનિયાથી વાકેફ કરવા જ્ય ભવાની ગ્રુપ, વહેવલ ના યુવા મિત્રોએ અનોખી પહેલ કરી છે.
લુપ્ત થયેલી અને વિસરાઇ ગયેલી દેશી રમતો અને અવનવી રમતો રમાડી મનોરંજન પીરસવા સાથે રિયલ ગેમ્સની સમાજને અરીસો પણ બતાવી રહી છે. મહુવા તાલુકાનું મોટા માં મોટું વહેવલ ગામમાં મહુવા તાલુકામાં રેકર્ડબ્રેક કહી શકાય તેટલાં દરેક ફળિયે ફળિયે ૧૬ જેટલાં ગણેશ મંડળોએ ગણેશજીનું સ્થાપન કરી વિઘ્નરાજાની પૂજા-અર્ચના સાથે વહેવલ ગામનું જ્ય ભવાની ગ્રુપ અનોખી રીતે ઉજવી રહ્યું છે. બાળકો અને ટીનેજર્સ તથા યુવાઓ મોબાઇલના રવાડે ચઢી ગયા છે. રીલ્સ, ઓનલાઇન ગેમ્સ, ચેટિંગની દુનિયામાં ખોવાઈ ગયેલી નવી પેઢીને રિયલ લાઇફ તથા પરંપરાગત રમતોથી વાકેફ કરવા અનોખું મિશન કિંજલ પટેલ (લકી)નાં યુવામિત્રોની ટીમે અનોખું મિશન હાથ ધર્યું હતું.
ગણેશો ઉત્સ્વ ઉજવણી પર્વ નિમિતે કલાગુરુ ભીખુભાઈ પટેલના માર્ગદર્શન દ્વારા યુવાઓએ સુસુપ્ત શક્તિ હસ્તકળા કૌશલ્ય અજમાવીને બનાવેલ માટીની”એક મહિના અને દસ દિવસની મહેનત બાદ યુવામિત્રો પાર્થ (આ પ્રતિમાં બનાવનાર મુખ્ય સહયોગી),આયુષ,યશ,આર્યન, કિંજલ, કપાલ, વિશાલ, તુષારભાઈ,જયદીપભાઈ દ્વારા ઈકો ફેન્ડ્રલી ગણેશજીપ્રતિમાંનું નિર્માણ કરાયું હતું. ત્યારબાદ શ્રીજીનું સ્થાપન કરીને પૂજા અર્ચના સાથે ગેટ ટુ ગેધરના કાર્યકમો પણ યોજ્યા હતાં. આ ગણેશોત્સ્વ ઉજવણી દરમિયાન આજુબાજુ ગામનાં લોકોએ દર્શન કર્યા છે. સાથે જ ગણેશમંડળની ૧૭૦-મહુવા-વાલોડનાં લોકલાડીલાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા સાહેબે પણ મુલાકાત લીધી હતી.
જ્ય ભવાની ગ્રુપ વહેવલ (વાંક) દ્વારા પર્યાવરણ બચાવવા માટે ઈકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી ૨૦૨૫ પ્રકૃતિમાંથી મળતી વસ્તુઓ દ્વારા મંડપ ડેકોરેશન (ખર્ચ બચાવવા નો હેતુ) સાથે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ વિકસાવવાની તેમજ બૌદ્ધિક કૌશલ્ય ને ઉજાગર કરવાની વિસરાઇ ગયેલી દેશી રમતોને જીવંત કરવા સાથે મનોરંજન પીરસવાની આ નવીન પહેલ “શ્રીજી” ની આરતી બાદ દરરોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.આ સકારાત્મક કાર્યને બિરદાવવા માટે વિજેતાઓની સાથે સાથે તમામ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને “ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ,વસરાઈ ” તરફથી એજ્યુકેશનકીટ નું આજે વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
BY: યોગેશ પટેલ

