ભરૂચ: આમોદ નગરના ભીમપુરા રોડ પર આવેલી નવીનગરીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. રાત્રે થયેલા વરસાદમાં એક જૂનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. બે અન્ય મકાનોની દીવાલો પણ તૂટી પડી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી.વિસ્તારમાં એક અન્ય મકાનની સ્થિતિ પણ ચિંતાજનક છે. તેને લાકડાના ટેકા આપવામાં આવ્યા છે. આ મકાન પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

વિસ્તારમાં રહેતા મોટાભાગના પરિવારો આર્થિક રીતે નબળા છે. તેમની પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી. આથી તેઓ આ જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. વરસાદની આગાહી વચ્ચે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here