વલસાડ: વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 8 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.કપરાડા તાલુકાના તીસ્કરી જંગલ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તૃપ્તિબેન પટેલને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમણે શૈક્ષણિક સિદ્ધિ, સામાજિક સેવા, વિદ્યાર્થીઓનો બાહ્ય વિકાસ અને ગુણોત્સવમાં શાળાનું ઉત્તમ પરિણામ મેળવ્યું છે.

 Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કલેક્ટર ભવ્ય વર્મા અને SP યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.વલસાડ જિલ્લામાં બોર્ડમાં 100 % પરિણામ મેળવનારી શાળાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.

સરકારી શાળાઓએ પણ ખાનગી શાળાઓની જેમ 100 % પરિણામ મેળવ્યું છે.આ કાર્યક્રમ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. તેઓનું માનવું હતું કે શિક્ષક માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય અને વિચાર નિર્માણનું કાર્ય પણ કરે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here