ડેડિયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા સામરપાડા એ કલા મહાકુંભ 2025/26 માં નવદુર્ગા હાઈસ્કૂલ માં જિલ્લા કક્ષાએ લોકનૃત્ય 6 થી 14 વયજૂથ માં ” ડાંગી લોકનૃત્ય” માં ભાગ લીધો હતો અને સમગ્ર નર્મદા જિલ્લા માં પ્રથમ પ્રાપ્ત કર્યો છે.

Decision News ને પ્રાપ્ત થયેલી માહિતિ મુજબ આશ્રમશાળા સામરપાડાએ કલા મહાકુંભ 2025/26 માં નવદુર્ગા હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાએ લોકનૃત્ય 6 થી 14 વયજૂથ માં “ડાંગી લોકનૃત્ય” માં બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભા બતાવી સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રથમ ક્રમાક મેળવ્યો હતો.અને હવે સમગ્ર જીલ્લા નું ઝોન કક્ષાએ આશ્રમશાળા સામરપાડા ના વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ કરશે.

કલા મહાકુંભ 2025/26 માં ભાગ લેવા વિશે વિચાર થી લઈ ને સમગ્ર નૃત્ય માર્ગદર્શનમાં શાળા આચાર્ય શ્રી જીતુભાઇ પટેલ અને સાથે ખૂબ મહેનત અને રાત-દિવસ જોયા વગર બાળકોને શીખવાડનાર એવા શ્રી આદેશભાઈ પટેલનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને સમગ્ર સ્ટાફગણ નો પણ આ પ્રસંગે ખૂબ આભરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here