વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંકલાછ રવાણિયા ગામના ભાઈઓ બહેનો જે પશુપાલનને ખવડાવવા માટે ડુંગરમાંથી ચારો કાપીને લાવે છે એની મુલાકાત વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલા લીધી હતી. બીપીન માહલાએ મુલાકાત દરમિયાન ચર્ચા વિચારણા કરી કે તમે ચારો ક્યાંથી લાવો છો કેટલા રૂપિયા મળે છે અને ક્યાં ક્યાં મૂકો છો ક્યાં ક્યાં જાય છે ત્યારે ભાઈઓએ કહ્યું કે બધી બહેનો ડુંગરમાંથી કાપીને રસ્તા ઉપર મૂકે છે અને જેણે જોઈએ છે તે લેવા માટે આવે છે અને દૂર દૂરથી લીંમઝર વાંદરવેલા ખેરગામ તાલુકા કે ધરમપુરથી પણ લેવામાં આવે છે.
અમે ડુંગરમાંથી લાવીને 15 થી 20 રૂપિયામાં વેચએ છે તો અમને દિવસમાં 15 થી 20 ભારાઓ વેચે છે એટલે દોરજના 200 થી 250 રૂપિયા મળી રહે છે તેમાં બીપીન એ સુજાવ આપ્યો કે હવે તમે અલગ અલગ જગ્યાએ ઊભા ના રહો જેમ કે બજારમાં શાક માર્કેટ એક જગ્યાએ બનેલું હોય છે તેવી જ રીતે આપણે પણ દરેક જગ્યાના ભારાઓ લઈને એક જ જગ્યાએ સ્ટોલ બનાવીએ ત્યાંથી લોકો દૂર દૂર છે.એક જ જગ્યાએ ભારાઓ લેવા આવશે અને હવે આપણે માર્કેટિંગ એ રીતે કરવું જોઈએ કે ફોન દ્વારા પણ તમને ચારનો ઓર્ડર આપે અને ઘર બેઠા તમને ડીલેવરી મળી શકે જેમ કે માર્કેટમાં આપણને ફોન કરવાથી ડીલેવરી મળે છે. તેવી જ રીતે આપણે પણ એ રીતે કરશો તો તમારો વેચાણ થઈ રહેશે અને તમને વધારે રોજગારી મળશે અને તારો લાવા વાળાને પણ ગમે ત્યાં ભટકું ન પડે એના માટે આપણે એક સ્ટોલ ઉપર કર્યો છે હવે દરેક જણ અહીંયા જ આપણે ચાર વેચવા આવશે.
હવે તમારે ચારો જોઈતો હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો કે તમને ઘર બેઠા ચાર મળી રહશે ફોન ગુમાવો અને ચારાની ડીલેવરી ઘર સુધી. Mo :- 9875106515 આ પ્રસંગે પધારેલ મનોજભાઈ ચોરીયા,પંકજભાઈ, મગનભાઈ ગાંવિત, સામાજિક કાર્યકર્તા આશિષભાઈ ગાંવિત હાજર રહ્યા હતા.

            
		








