નવસારી: નવસારી જિલ્લામાં હાઇવે પર વાહનોમાં કાળી ટેપ અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા હોય તો ચેતી જજો. હાલમાં સુરત આઇજીના માર્ગદર્શન અને નવસારી એસપીના આદેશ અનુસાર ટ્રાફિકના નિયમોનું લોકો પાલન નહીં કરે તેના ઉપર કડક કાર્યવાહી કરવા ડ્રાઇવ ચાલી રહી છે.
આ ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને સ્થળ પર દંડ કરવામાં આવી રહ્યો છે.નવસારી હાઇવે પર ઘણાં વાહન ચાલકો પ્રતિબંધિત કાળી ટેપ લગાવીને મુસાફરી કરતા હોય છે. તેઓને હવે દંડ ભોગવવાનો વારો આવશે અને વાહનોમાંથી કાળી ટેપ ફરજિયાત કાઢી નાંખવામાં આવશે તો નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ રહી છે.
ટ્રાફિક પીઆઇ પી.કે. ડાવરાએ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં રેન્જ આઇજી દ્વારા ડ્રાઇવ ચાલી રહી છે. જેને લઇ હાઈવે પર કાળી ટેપ લગાડનાર 11 અને નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર 9 મળી કુલ 20 ચાલકોને સ્થળ દંડ ફટકારી તેમની કાળી ટેપ કાઢી નાખવામાં આવી હતી.

