તાપી: વ્યારા નગરમાં આવેલ શ્રી સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ધાર્મિક ભાવનાને સામાજિક સેવાઓ સાથે જોડતા અનેક કાર્યક્રમો યોજાયા. મંડળે પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણથી શરૂઆત કરી. બાપ્પાને 56 ભોગ અર્પણ કરાયા.જનક સ્મારક હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ દર્દીઓને ફળ, બિસ્કિટ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું.

સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે ખાસ કેમ્પનું આયોજન થયું. ગૌશાળામાં ગૌમાતા માટે 2500થી વધુ રોટલી, 100 કિલો મિક્ષ દાણ તથા એક ટેમ્પો ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો.રક્તદાન શિબિરમાં 51 થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું. મફત આંખ ચકાસણી, ચશ્મા અને દવા વિતરણ સાથે 5થી વધુ દર્દીઓના મોતિયાના ઓપરેશન થયા.

Decision News ને મળેલી માહિતી મુજબ સર્વે રોગ નિદાન કેમ્પથી અનેક લોકોએ આરોગ્ય લાભ લીધો. ધાર્મિક કાર્યક્રમોમાં સત્યનારાયણ કથા, મહા આરતી અને મહાપ્રસાદીનું આયોજન થયું.ખાસ કરીને તા.05/09/2025 શુક્રવારે અનાથ બાળકોને બાપ્પાની આરતી અને ભોજન કરાવાશે તેમજ નવા કપડા, બુથ ચંપલ, નોટબુક-સ્ટેશનરી કીટનું વિતરણનું આયોજન સાથે સામાજિક સેવા દ્વારા અનોખી ગણેશોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here