સોનગઢ: ગતરોજ સોનગઢ સર્કિટ હાઉસ થી સેવા સદન સુધી વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી યુસુભ ગામિત અને હાઇડ્રો પ્રોજેક્ટ સઘર્ષ સમિતિની આગેવાનીમાં આદિવાસી જન આક્રોશ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું
Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ 19/08/2025 ના દીને વહીવટી તંત્ર દ્વારા આદિવાસી સમાજ પર વહીવટી તંત્ર દ્વારા 19 જેટલાં એક્સપાઇરી તારીખ વાળા ટીયરગેસ છોડવામાં આવ્યા હતા જેના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નારંગી ગેંગને પોતાના ગામોમાં ન ઘૂસવા દેવાનો હાથ ઊચા કરી શપથ અનંત પટેલે લેવાડાવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે આદિવાસી સમાજનું વર્ષોથી સચવાયેલું જળ જંગલ જમીન લુટાઇ રહ્યું છે ત્યારે ભાજપના આદિવાસી અનામત પર ધારાસભ્ય અને મંત્રીઓ ક્યાં છે ? લોકો સાથે કેમ નથી ? એસીમાં બેસી રહેનારા મંત્રીઓની આદિવાસી સમાજને જરૂર નથી.
યુસુભભાઈ જણાવ્યું કે ‘ટીયર ગેસના સેલ નહીં તોપના ગોલા છોડશો તો પણ આદિવાસી સમાજ જળ જંગલ જમીન નહીં છોડે ! એ પોતાના જળ જંગલ જમીન બચાવવાની લડત લડતો રહશે અને એના માટે પોતાનું માથું પણ ધરી દેવા તૈયાર છે.
આ પ્રસંગે વાંસદા- ચીખલી ધારાસભ્ય અનંત પટેલ પાર તાપી રિવરલીંક પ્રોજેક્ટ સઘર્ષ સમિતિ પ્રમુખશ્રી બારકું ભાઇ, નડગધરી ગ્રામ પંચાયત સરપંચશ્રી દિનેશ ભાઇ, પ્રમુખશ્રી વૈભવ ગામિત, ડાંગ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે, અમરસિંહ કાકા, સુમુલ ડેરી ચેરમેન સિદ્ધાર્થ ચૌધરી, સુરતના આગેવાન અસ્લમ ભાઇ સાયકલ વાલા,ડોસવાડા ગામના સામાજિક આગેવાન નીતુ ભાઇ, માજી ધારાસભ્ય પુનાજી ગામિત, જિલ્લા પંચાયત સભ્યશ્રી રેહાના બેન, વ્યારા નગરપાલિકા કોર્પોરેટર જોનીલ ગામિત, ઉચ્છલના આગેવાન મધુર ગામિત, વ્યારાના આગેવાન હેબરુન ગામિત, માંડવી ના સામાજિક આગેવાન જીમ્મી ગામિત, બોરદાના આગેવાન ગણેશ વસાવા, સામાજિક આગેવાન ઈશ્વર ગામિત, અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

