ગુજરાત: આજે આવકવેરા વિભાગે વાપી, મુંબઈ અને પૂણેમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વાપીમાં ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ અને એન.આર.અગ્રવાલ પેપર મિલ સહિત 25થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.
Desicon News ને મળેલી માહિતી મુજબ આવકવેરા વિભાગની સુરત અને વાપી વિંગની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાપીની પેપર મિલો ઉપરાંત, મુંબઈ અને પૂણેમાં પણ 10થી 12 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગની ટીમો દ્વારા આ કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ મળીને 35થી વધુ સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

