અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના પીરામણ નાકા નજીક સાંજના સમયે એક એસટી બસે અકસ્માત સર્જ્યો હતો. અંકલેશ્વર-હાંસોટ રૂટની એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં, ચાલકે બસને રોંગ સાઈડમાં લઈ જવાની ફરજ પડી હતી.
આ દરમિયાન બસે સામેથી આવતા બે બાઈક, એક મોપેડ અને એક કારને અડફેટે લીધા હતા. ચાલકની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
થોડા દિવસ પહેલા જ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક પણ આવી જ ઘટના બની હતી. ત્યારે પણ એસટી બસની બ્રેક ફેલ થવાથી નજીકના વાહનો સાથે અથડામણ થઈ હતી. એસટી બસના કારણે વારંવાર સર્જાતા આવા અકસ્માતો ચિંતાજનક બાબત બની રહી છે

