પારડી: ગતરોજ પારડી તાલુકાના અરનાલા સ્થિત કલ્યાનેશ્વર મંદિરમાં ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ જાણીતા આંદોલનની યાદમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને દક્ષિણ ગુજરાતના પ્રભારી અને કોંગ્રેસના વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ હાજરી આપી હતી.
Decision news સાથે વાત કરતાં અનંત પટેલે જણાવ્યું કે 14 વર્ષ પહેલા ઘાસિયા સત્યાગ્રહ તરીકે જાણીતું એક આંદોલન થયું હતું જેમાં 14,000 જેટલા જમીન વિહોણાં ખેડૂતોને જમીનના હક પ્રમાણપત્રો કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી હતી। આ કઠિન કાર્યને સંભવ બનાવવાનું કામ ઉત્તમભાઈએ પોતાની કુશળતાથી પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે ભાજપના શાસનને કુશાસન કહ્યું હતું તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારે લોકોને જમીનના માલિક બનાવ્યા હતા અને હવે ભાજપ વિવિધ પ્રોજેકટ લાવી ભાજપ સરકાર લોકોની જમીન છીનવી રહી છે.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખ કિશન પટેલ દ્વારા બનાવાયેલા વાપીના નવનિયુક્ત તાલુકા પ્રમુખ કલ્પેશ પટેલનો સ્થાનિકોએ વિરોધ કર્યો. લોકોએ તેમના પર બૂટલેગર અને ભૂમાફિયા હોવાના આક્ષેપો કર્યા. આ મુદ્દે અમિત ચાવડાને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે રજૂઆત મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે.











