વલસાડ: વલસાડ તાલુકાના અટગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં બે દિવસ પહેલા ખેરગામ તાલુકામાં મૃત થયેલા પશુઓને ફેંકવા આવેલા બે વ્યક્તિઓને સ્થાનિક લોકોએ માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.ગતરોજ સાંજે કલવાડા ખાતે આ મામલે સમાધાન માટે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેરગામના અલગ અલગ બે સમાજના યુવાનો તથા આગેવાનો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન બંને સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.સ્થાનિક લોકોએ તરત જ વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ, સીટી પોલીસ અને ડુંગરી PIની ટીમે તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.વલસાડ LCBની ટીમ, DySP એ કે વર્મા, પ્રાંત અધિકારી વિમલ પટેલ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે કેસમાં સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે.વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મોડી રાત સુધી વલસાડ જિલ્લા પોલીસની ટીમે બંને પક્ષના આગેવાનોને સમજાવવામાં આવ્યા હતાપોલીસની સમયસૂચકતાને કારણે મોટી અથડામણ ટળી હતી. હાલમાં વલસાડ રૂરલ પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલનની ટીમની મદદ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.











